ટૂથ પેસ્ટમાં 'સીસા' નામનું ખતરનાક ઝેર: 90% ટૂથપેસ્ટમાં લેડ મેટલ મળી આવી, દર વર્ષે 15 લાખ લોકો મૃત્યુ પામે છે; જાણો પોઇઝનિંગના સંકેત અને બચવાના ઉપાય

Divyabhaskar

ટૂથ પેસ્ટમાં 'સીસા' નામનું ખતરનાક ઝેર: 90% ટૂથપેસ્ટમાં લેડ મેટલ મળી આવી, દર વર્ષે 15 લાખ લોકો મૃત્યુ પામે છે; જાણો પોઇઝનિંગના સંકેત અને બચવાના ઉપાય"

Play all audios:

Loading...

10 દિવસ પેહલાલેખક: શિવકાંત શુક્લ * * * કૉપી લિંક આપણે આપણાં દાંત મજબૂત અને ચમકદાર રાખવા માટે દરરોજ ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે આ ટૂથપેસ્ટમાં એવાં કેટલાક ખતરનાક ઘટકો


(તત્ત્વો) હોઈ શકે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે બિલકુલ સલામત નથી. તાજેતરમાં, અમેરિકન સંશોધન સંસ્થા 'લેડ સેફ મમ્મા' એ 51 ટૂથપેસ્ટ અને ટૂથ પાવડર બ્રાન્ડના નમૂનાઓનો પરીક્ષણ અહેવાલ બહાર


પાડ્યો છે. રિપોર્ટ અનુસાર, ભારત સહિત વિશ્વભરમાં વેચાતી ઘણી મોટી ટૂથપેસ્ટ બ્રાન્ડ્સમાં સીસું, આર્સેનિક, પારો અને કેડમિયમ જેવી ભારે ધાતુઓ મળી આવી છે. આમાંથી લગભગ 90% ટૂથપેસ્ટમાં સીસું હતું,


જ્યારે મોટા ભાગનામાં એક કરતાં વધુ ભારે ધાતુ (હેવી મેટલ્સ) હતી. આશ્ચર્યજનક રીતે, આમાં બાળકોના ટૂથપેસ્ટ અને 'ગ્રીન', એટલે કે, નેચરલ ટૂથપેસ્ટનો પણ સમાવેશ થતો હતો. રિપોર્ટમાં જણાવાયું


છે કે આ હેવી મેટલ્સ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અનુસાર, વર્ષ 2021 માં, વિશ્વમાં લેડ પોઇઝનિંગ (સીસાની ઝેરી અસર)ને કારણે 1.5 મિલિયન લોકો મૃત્યુ પામ્યા હતા.


'ટોક્સિક ટ્રુથ' નામના યુનિસેફના રિપોર્ટ મુજબ, વિશ્વનું દરેક ત્રીજું બાળક સીસાના ઝેરથી પીડાય છે. તો, આજે ફિઝિકલ હેલ્થ કોલમમાં આપણે ટૂથપેસ્ટમાં જોવાં મળતાં ખતરનાક ભારે ધાતુ


'સીસા' વિશે વાત કરીશું. તમે એ પણ જાણશો કે- * સીસું આપણા સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક છે? * તેના જોખમથી કેવી રીતે બચી શકીએ? * યોગ્ય ટૂથપેસ્ટ કેવી રીતે પસંદ કરવી? સીસું સ્વાસ્થ્ય


માટે ખૂબ જ ખતરનાક છે સીસું એક ઝેરી ધાતુ છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તેનો ઉપયોગ રંગો, બેટરી, સૌંદર્ય પ્રસાધનો, રમકડાં અને બાંધકામ સામગ્રીમાં થાય છે. સીસાના સંપર્કમાં આવવાથી


બાળકોના મગજને સૌથી વધુ નુકસાન થાય છે. તે તેમની શીખવાની અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા પર નકારાત્મક અસર કરે છે. અમેરિકન એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સ (AAP) અનુસાર, સીસાના સંપર્કમાં આવવાથી


બાળકોના IQ સ્તરમાં 4-5 પોઈન્ટનો ઘટાડો થઈ શકે છે. આ ઉપરાંત, સીસું આપણા હાડકાં, દાંત, કિડની, લિવર અને હૃદયને પણ ખરાબ રીતે અસર કરે છે. સૌથી ખરાબ વાત એ છે કે શરીરમાં સીસું ધીમે ધીમે એકઠું થાય છે


અને તે ત્યારે જ ખબર પડે છે જ્યારે શરીર કોઈ ગંભીર રોગથી પીડાય છે. આ એવું ઝેર છે કે તેની થોડી માત્રા પણ હાનિકારક છે. નીચે આપેલા ગ્રાફિક પરથી સીસાના સંભવિત જોખમોને સમજો- લેડ પોઇઝનિંગનાં કારણો


જ્યારે શરીરમાં સીસું વધુ પડતું એકઠું થાય છે ત્યારે લેડ પોઇઝનિંગ (સીસાની ઝેરી અસર) શરૂ થાય છે. આના ઘણાં સંભવિત કારણો હોઈ શકે છે. જેમ કે- * દૂષિત હવા, પાણી અને માટીમાં પણ સીસાના કણો હોઈ શકે


છે. તે કોઈ ને કોઈ માધ્યમ દ્વારા આપણા શરીરમાં પ્રવેશી શકે છે. * જૂના ઘરોને રંગવામાં સીસા આધારિત રંગનો ઉપયોગ થતો હતો. જ્યારે આ રંગમાં સમય જતાં પોપડી પડે છે અથવા ધૂળમાં ફેરવાઈ જાય છે, ત્યારે તે


બાળકો દ્વારા આકસ્મિક રીતે ખવાય છે અથવા તે કોઈપણ વ્યક્તિના શ્વાસમાં જઈ શકે છે. * બેટરી ઉત્પાદન, ઓટો રિપેર, બાંધકામ, પેઇન્ટિંગ જેવાં કામોમાં સીસાના સંપર્કમાં આવવાનું જોખમ વધારે છે. * બાળકોમાં


લેડ પોઇઝનિંગનું જોખમ વધુ હોય છે કારણ કે તેઓ ઘણીવાર વસ્તુઓ અથવા તેમના હાથ તેમના મોંમાં નાખે છે. આ ઉપરાંત, તેમનું શરીર પુખ્ત વયના લોકોની સરખામણીમાં વધુ સીસું શોષી લે છે. સીસાનાં ઝેરનાં લક્ષણો


શરીરમાં તેનાં લક્ષણો ધીમે ધીમે વિકસે છે. ક્યારેક શરૂઆતમાં તેને ઓળખવું મુશ્કેલ બની શકે છે. નીચે આપેલા ગ્રાફિક પરથી સીસાના ઝેરનાં સામાન્ય લક્ષણો સમજો- લેડ પોઇઝનિંગને કેવી રીતે અટકાવવું? થોડી


જાગૃતિ અને સાવધાની રાખીને, આપણે આપણા પરિવારોને લેડ પોઇઝનિંગના જોખમથી બચાવી શકીએ છીએ. આ માટે બાળકોને હાથ ધોવાની આદત પાડો. રસોઈ અને પીવા માટે ફક્ત સ્વચ્છ અને ફિલ્ટર કરેલા પાણીનો ઉપયોગ કરો.


હંમેશા સીસા-મુક્ત પ્રમાણિત ઉત્પાદનો પસંદ કરો. આ સિવાય, કેટલીક બીજી બાબતો પણ ધ્યાનમાં રાખો. નીચે આપેલા ગ્રાફિક પરથી આ સમજો- લેડ પોઇઝનિંગ અને ટૂથપેસ્ટ સંબંધિત સામાન્ય પ્રશ્નો અને જવાબો પ્રશ્ન-


લેડ પોઇઝનિંગ કેવી રીતે શોધી શકાય? જવાબ- તે બ્લડ લેડ ટેસ્ટ દ્વારા શોધી શકાય છે. લેડ લેવલ માઇક્રોગ્રામ પ્રતિ ડેસિલીટર (mcg/dL) માં માપવામાં આવે છે. બાળકો માટે, 3.5 mcg/dL કે તેથી વધુનું સ્તર


ચિંતાજનક માનવામાં આવે છે. જ્યારે પુખ્ત વયના લોકો માટે તે 10 (mcg/dL) છે. પુખ્ત વયના લોકોમાં, 10-25 નું સ્તર નિયમિત સીસાના સંપર્કમાં હોવાનું સૂચવે છે. જો તે આનાથી વધુ હોય, તો સારવારની જરૂર


પડી શકે છે. પ્રશ્ન- લેડ પોઇઝનિંગની સારવાર કેવી રીતે કરવામાં આવે છે? જવાબ: આ માટે, ડૉક્ટર પહેલા વ્યક્તિને સીસાના સંપર્કથી દૂર રાખે છે. ત્યારબાદ, કિલેશન થેરાપી (Chelation Therapy) દ્વારા


શરીરમાંથી સીસું દૂર કરવામાં આવે છે. આ ઉપચાર ઇન્જેક્શન અથવા દવાના સ્વરૂપમાં હોઈ શકે છે. આ સાથે, લક્ષણોની પણ સારવાર કરવામાં આવે છે. પ્રશ્ન: બાળકોને દાંત સાફ કરાવતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી


જોઈએ? જવાબ- બાળકોને ધીમે ધીમે તેની આદત પાડવી જોઈએ. પરંતુ તેમને ક્યારેય તેમની જાતે બ્રશ ન કરવા દો. ટૂથપેસ્ટ જાતે કાઢો અને તેમને આપો. 6 મહિનાથી 3વર્ષના બાળકો માટે ચોખાના દાણા જેટલી ટૂથપેસ્ટ


અને 3-6 વર્ષના બાળકો માટે વટાણાના દાણા જેટલી ટૂથપેસ્ટ વાપરો. મોટા બાળકોએ પણ તેનું વધુ માત્રામાં સેવન કરવાનું ટાળવું જોઈએ. આ સિવાય, કેટલીક વધુ બાબતો ધ્યાનમાં રાખો. જેમ કે- * નાના બાળકોને


પોતાના હાથે દાંત સાફ કરાવો, અથવા તેઓ આમ કરે ત્યારે તેમની દેખરેખ રાખો. * ખાતરી કરો કે તેઓ યોગ્ય માત્રામાં ટૂથપેસ્ટનો ઉપયોગ કરી રહ્યા છે અને તેને ગળી રહ્યા નથી. * તેમને દાંતના બધા ભાગોને


ધીમેથી બ્રશ કરવાનું શીખવો. * તેમને સમજાવો કે તેમણે ઓછામાં ઓછા બે મિનિટ સુધી બ્રશ કરવું જોઈએ. * બ્રશ કર્યા પછી તેમણે સારી રીતે કોગળા કરવાનું શીખવો જેથી તેઓ ટૂથપેસ્ટ ગળી ન જાય. * બાળકોના


ટૂથબ્રશ દર ત્રણ મહિને અથવા જ્યારે બ્રિસ્ટલ્સ ઘસાઈ જાય ત્યારે બદલવા જોઈએ. પ્રશ્ન: જો બાળક ભૂલથી વધારે ટૂથપેસ્ટ ગળી જાય તો શું કરવું? જવાબ: આ માટે, તાત્કાલિક તમારા ડૉક્ટરની સલાહ લો. તેમને


જણાવો કે બાળકે કયું અને કેટલું ટૂથપેસ્ટ ગળી લીધું છે. તેના આધારે, ડૉક્ટર કેટલીક દવાઓ આપી શકે છે. પ્રશ્ન- યોગ્ય ટૂથપેસ્ટ કેવી રીતે પસંદ કરવી? જવાબ: આ માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી


છે. જેમ કે- * ટૂથપેસ્ટ ખરીદતી વખતે, હંમેશા ઘટકો(ઇન્ગ્રીડિયેન્ટસ) નું લેબલ વાંચો. * જો તમને કોઈ શંકાસ્પદ ઇન્ગ્રીડિયેન્સનું નામ દેખાય, તો તેના વિશે માહિતી મેળવો. * બાળકો માટે હંમેશા તેમની ઉંમર


પ્રમાણે ટૂથપેસ્ટ પસંદ કરો. * જો શક્ય હોય તો, કુદરતી અથવા હર્બલ ટૂથપેસ્ટનો ઉપયોગ કરો. * ISI અથવા FSSAI દ્વારા પ્રમાણિત બ્રાન્ડ્સ પસંદ કરો. * સલામત ટૂથપેસ્ટ પસંદ કરવા માટે, ચોક્કસપણે


ડેન્ટિસ્ટની સલાહ લો.


Trending News

Shah rukh khan | latest shah rukh khan - eenadu

వాళ్ల నటనను స్ఫూర్తిగా తీసుకునే నటుడిగా నన్ను మలుచుకున్నా భారతదేశాన్ని ప్రపంచ కేంద్రంగా నిలబెట్టాలనే లక్ష్యంతో కేంద్రప్ర...

10 inspirasi ootd simpel ala lee je hoon

Lee Je Hoon merupakan aktor ternama Korea yang dikenal produktif membintangi film dan KDrama televisi. Di awal 2021, ia ...

Ys jagan failures | latest ys jagan failures - eenadu

జలభగ్నం ‘‘పోలవరం సహా గాలేరు-నగరి, హంద్రీనీవా, వంశధార, వెలిగొండ తదితర అన్ని ప్రాజెక్టులను జలయజ్ఞంలో భాగంగా యుద్ధ ప్రాతిపద...

Neetu kapoor shares priceless photos of raj kapoor-riddhima kapoor sahni and rishi kapoor-samara sahni

Neetu on Sunday (May 30) shared a couple of photos with late actors Rishi Kapoor and Raj Kapoor and it has made netizens...

Lakhimpur kheri's killing: sit files 5000-page chargesheet

The Uttar Pradesh Police’s special investigation team (SIT) in an 5000-page chargesheet has named Union Minister Ajay Mi...

Latests News

ટૂથ પેસ્ટમાં 'સીસા' નામનું ખતરનાક ઝેર: 90% ટૂથપેસ્ટમાં લેડ મેટલ મળી આવી, દર વર્ષે 15 લાખ લોકો મૃત્યુ પામે છે; જાણો પોઇઝનિંગના સંકેત અને બચવાના ઉપાય

10 દિવસ પેહલાલેખક: શિવકાંત શુક્લ * * * કૉપી લિંક આપણે આપણાં દાંત મજબૂત અને ચમકદાર રાખવા માટે દરરોજ ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ...

Pm modi names chandrayaan-3 touchdown point 'shivashakti', chandrayaan-2 point 'tiranga'

Prime Minister Narendra Modi, while addressing the scientists and project team of Chandrayaan-3 mission at Indian Resear...

Lakhimpur kheri's killing: sit files 5000-page chargesheet

The Uttar Pradesh Police’s special investigation team (SIT) in an 5000-page chargesheet has named Union Minister Ajay Mi...

Neetu kapoor shares priceless photos of raj kapoor-riddhima kapoor sahni and rishi kapoor-samara sahni

Neetu on Sunday (May 30) shared a couple of photos with late actors Rishi Kapoor and Raj Kapoor and it has made netizens...

Ys jagan failures | latest ys jagan failures - eenadu

జలభగ్నం ‘‘పోలవరం సహా గాలేరు-నగరి, హంద్రీనీవా, వంశధార, వెలిగొండ తదితర అన్ని ప్రాజెక్టులను జలయజ్ఞంలో భాగంగా యుద్ధ ప్రాతిపద...

Top